ગુજરાત
News of Thursday, 23rd May 2019

અમદાવાદમાં મનપા દ્વારા ગેરકાયદે ચાલતા પાંચ ટ્યુશન ક્લાસીસ પર સીલ લગાવી દેવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં આવેલા વિવિધ ટયુશન ક્લાસીસો દ્વારા ગેરકાયદે રીતે જાહેર મિલકતો પર તેમની જાહેરાતના બોર્ડ-બેનરો લગાવી દેવાતા તેઓની સામે મ્યુનિ.તંત્ર દ્વારા ધારાધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં શહેરમાં દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ પાંચ ક્લાસીસો સીલ કરી દેવામાં આવ્યા છે.

ઉનાળા વેકેસન બેંચ અને નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતી શાળા-કોલેજને ધ્યાને લઇને વિદ્યાર્થીઓને ટયુશન ક્લાસીસમાં જોડાવા માટે વિવિધ ટયુશન ક્લાસીસો દ્વારા આકર્ષક જાહેરાતો ચલાવાઇ રહી છે. આવા ટયુશન ક્લાસીસો દ્વારા ગેરકાયદેસર રીતે ઝાડ, જાહેર ઇમારતો, બસ સ્ટેશનો, દિવાલો, વીજ થાંભલાઓ, બસો, જાહેર શૌચાલયો સહિતની પબ્લિક પ્રોપર્ટી પર જાહેરાતના બોર્ડ-બેનરો લગાવી દેવાયા હતા.

(5:16 pm IST)