News of Wednesday, 22nd May 2019
CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગી ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ:રાજકારણ ગરમાયુ
કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના એજન્ટે ચૂંટણી પંચને વીવીપેટ અંગે ફરિયાદ કરી
અમદાવાદ :લોકસભા ચૂંટણીના આજે પરિણામ પહેલા જ બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના એજન્ટે મતગણતરી પહેલા ચૂંટણી પંચને વીવીપેટ અંગે ફરિયાદ કરી છે. વીવીપેટના સીયુ નંબર અને વીવીપેટ નંબર મેચ ન થતા બારડોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદાવરના એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેથી રાજકારણ ગરમાયુ છે.
બારડોલી બેઠક પર આવેલા કામરેજ વિધાનસભાના વિસ્તારમાં આવેલા સીયુ અને વીવીપેટના નંબર અલગ અલગ નિકળતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે
આ બેઠક પર 405 પુણા 162 અને 445 પુણા 202 બુથના મશીનોના સીયુ અને વીવીપેટ નંબર મેચ નહિ થતા કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે ફરિયાદ કરી છે.
(1:09 am IST)