ગુજરાત
News of Friday, 23rd April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે મ્યુઝીક થેરાપી તેમજ પ્રોન પોઝીશીંગ પદ્ધતિ દ્વારા સારવાર શરૂ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : માનસિક આરોગ્ય વિભાગ જનરલ હોસ્પિટલ રાજપીપળા ના સોસિયલ વર્કર દ્વારા રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને યોગા,કસરત બાદ હવે મ્યુઝિક થેરાપી તેમજ પ્રોન પોઝીશીંગ (મોઢું નીચે કરી સુવડાવવાની પદ્ધતિ) ચાલુ કરવામાં આવી છે.
મ્યુઝિક ની થેરાપી થકી પણ આપણે બીમાર વ્યક્તિ ને સાજો કરી શકીએ છે તેમજ હાલમાં એક યોગ ગુરુ સંક્રમિત થયા હતા જેઓ પ્રોન પોઝીશીંગ(મોઢું નીચે કરી સુવડાવવાની) થેરાપી દ્વારા કોવિડ થી સંપૂર્ણ સ્વસ્થ થયા હતા પ્રોન પધ્ધતિ થકી ઓક્સિજનનું લેવલને વધારી શકાય છે જે અગાઉ સોશિયલ મીડિયા થકી યોગ ગુરુ દ્વારા યોગા ને મહત્વ આપવા જણાવ્યું હતું ,આપને દવા સાથે યોગા, કસરત થકી કોરોના મહામારી થી વહેલી તકે બહાર આવીશું અને યોગા કસરત ફક્ત કોવિડ દર્દી એ જ નહીં પરંતુ જેઓ સ્વસ્થ છે તેમને પણ પોતાના દિનચર્યા માં દરરોજ ૩૦ મિનિટ ફાળવવા જોઈએ અને કોવિડ ના નિયમોનું પાલન કરવું જોઈએ જેમકે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા,એક બીજા વચ્ચે સામાજિક અંતર રાખવું,આમ આપનણે કોરોના મહામારી માંથી વહેલી તકે બહાર આવીશું ધૈર્ય બનાવી રાખજો તો આ પણ જંગ આપણે જીતી જઈશું.

(10:50 pm IST)