મોડાસાના ખલીકપુર ગામે કોરોના સંક્રમિત યુવાને ડરના કારણોસર ફાંસોખાઇ જીવનલીલા સંકેલી લેતા પરિવારની માથે આભ ફાટ્યું
મોડાસા: તાલુકાના ખલીકપુર ગામનો હોવાનું અને કોરોનાથી સંક્રમીત આ યુવકે કોરોનાથી પોતાનું અને પરીવારનું શું થશે એ બીકે આ પગલુ ભર્યું હોવાનું જણાઈ આવ્યું ત્યારે સૌ કોઈ ફફડી ઉઠયા હતા. અને પહાડપુરથી ચોપડા તરફના માર્ગે ચોપડા ગામના સીમના જંગલમાં એક ઝાડ ઉપર એક યુવકની લાશ લટકી રહી હોવાના સમાચાર મોડાસા રૂરલ પોલીસને પ્રાપ્ત થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ ઘટના સ્થળે ઝાડ ઉપર ગળે ફાંસો બનાવી લટકતો મૃતદેહ નીચે ઉતારાયો હતો. આ મૃત યુવક મોડાસા તાલુકાના ખલીકપુર ગામનો ૩૨ વર્ષિય મનોજભાઈ મથુરભાઈ ખાંટ હોવાનું તેમના જ ગામના સંબંધીએ પોલીસને જણાવ્યું હતું. અને આ યુવક છેલ્લા બે ત્રણ દિવસથી તાવથી પીડાતો હોઈ ટેસ્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવતાં જ ચીંતામાં મુકાયો હોવાનું અને કોરોના સંક્રમણથી પોતાનું અને પરિવારનું શું થશે એવા સતત ભયમાં દિવસ પસાર કરતો હોવાનું હરેશભાઈ ખાંટે પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું.ઘરેથી જ કડીયા કામે જવાનું કહી બાઈક લઈ નીકળેલા અનેસાથે સાડી લઈ ગયેલા આ યુવકના મૃતદેહનનું પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.