ગુજરાત
News of Friday, 23rd April 2021

વડોદરાના અકોટા વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળવું મહિલાને ભારે પડ્યું: બાઈક સ્વર ગઠિયા અછોડો તોડી છુમંતર......

વડોદરાઃ અકોટામાં વહેલી સવારે સિનિયર સિટિઝન મહિલાનો અછોડો તોડી બાઇક પર સવાર ત્રણ અછોડાતોડો ફરાર થઇ ગયા હતા.
 

અકોટાના રાધાક્રિષ્ણ ચાર રસ્તા પાસે કમલાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૫ વર્ષીય વસંતાબેન સુદર્શન ઐયર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.તેઓ .૩૦ વાગે પરત ફર્યા ત્યારે ઘર નજીક તેમનો બે તોલાનો અછોડો તૂટયો હતો.

કાળા રંગની બાઇક પર આવેલા ત્રણ અછોડા તોડો પૈકી વચ્ચે બેઠેલા ગઠિયાએ મહિલાનો અછોડો તોડી લીધો હતો.મહિલાએ બૂમરાણ મચાવી હતી.પરંતુ અછોડાતોડો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.જે પી રોડ પોલીસે બનાવમાં સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.

(5:44 pm IST)