ગુજરાત
News of Friday, 23rd April 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં પરિણીતાને ડિલિવરીના પૈસા પિયરમાંથી લાવવાનું કહી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મુસ્કાનબાનું મલેક ( નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2018 દરમિયાન મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ આણંદ ખાતે રહેતા આસિફમિયા યુસુફમિયા મલેક સાથે થયા હતા. યુવતીએ નોંધાવેલી  ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ સાસરિયાઓ થોડો સમય સારું વર્તન કર્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી મ્હેણા ટોણા મારતા હતાનણંદ અને નણદોઈ ઘર જમાઈ તરીકે રહેતા હોય  અવારનવાર રૂપિયાની માંગ કરી હેરાનગતિ કરે છે. સાસરીયા અને પતિ અવારનવાર દહેજ અંગે માંગણી કરી અપશબ્દો બોલે છે

લગ્નના બે મહિના બાદ સાસુ અને પતિએ મને ઢોરમાર મારી પિયરમાંથી દહેજ પેટે રૂપિયાની માંગ કરી  નાણાં લીધા વગર જો આવીશ તો ટાટીયા તોડી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી હતીસાસુએ જણાવ્યું હતું કે હાલ તું ગર્ભવતી છે  મેડિકલની સારવાર માટે રૂપિયા તારા પિતા પાસેથી લઈ આવ. જેથી હું વડોદરા પહોંચતા ડીલીવરી નો ખર્ચ પિતાએ કર્યો હતો. દીકરાને જન્મ આપ્યા બાદ બે વર્ષનો સમય વિતતા મકાન માટે 1 લાખ રૂપિયા માગતા મારા પિતાએ ઉછીના લાવી ચૂકવ્યા હતા.

(5:43 pm IST)