ગુજરાત
News of Friday, 23rd April 2021

વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામે ઉછીનું પેટ્રોલ લેવા જતા થયેલ બોલાચાલીમાં થયેલ મારામારીમાં ચાર વિરુદ્ધ ગુનો દાખલ

વિરમગામ:તાલુકાના થોરીથાંભા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ગેલાભાઈ કોળી પટેલ નાઓને પોતાના બાઇકમાં પેટ્રોલ પતી જતા ગામમાં આવીને ગલ્લા પાસે અન્ય બાઇકમાંથી ઉછીનું પેટ્રોલ લેવા જતા પેટ્રોલ થોડું ઢોળાતા આરોપીઓ દ્વારા બોલાચાલી કરતા આરોપી શખ્સ દ્વારા ધારીયા  નો હાથો મારતા લક્ષ્મણભાઈ ગેલાભાઈ કોળી પટેલ ને ડાબા હાથે તેમજ અન્ય શખ્સો દ્વારા માર મરાતા ઇજા પહોંચી હતી સમગ્ર મામલે લક્ષ્મણભાઈ કોળી પટેલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં રૂપાભાઈ ધરમશીભાઈ કોળી પટેલ રસિકભાઈ દાનાભાઈ કોળી પટેલ હસા ભાઈ સેલાભાઈ કોળી પટેલ તેમજ માનસિંગભાઈ પોપટભાઈ કોળી પટેલ નવો સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)