ગુજરાત
News of Friday, 23rd April 2021

સહકારી જગતનો હંસલો ઉડી ગયો : અધિક રજીસ્ટ્રાર વિરેનભાઇ પંડિત કોરોના સામેનો જંગ હારી ગયા

રાજકોટ તા. ૨૩ : વિશ્વમાં ઘણા મહાનુભાવો વસી રહ્યા છે, જેમા કેટલાક મહાનુભાવો એવા છે કે જેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા હોય છે, જેના નામ કરતા કામ ઉંચા હોય છે, અને જેનામાં નૈતિકતા, નિડરતા, નૈકિ, ગુણવતા અને હકારાત્મકતા એટલી હોય છે કે જે વર્ણવી શકાય પણ નહી એવા જ એક મહાનુભાવ એટલે કે ગુજરાત રાન્નય સરકારના સહકારી વિભાગમાં અધિક રજીસ્ટ્રાર તરીકે ઉચ્ચ હોદ ઉપર ફરજ બજાવી ર૦૧૦ની સાલમાં નિવૃત થયા બાદ સામાજીક જવાબદારી નિભાવી રહેલા સ્વ. વિરેનભાઇ પંડિત કોરોના મહામારી સામેની લડતમાં ઝઝૂમ્યા બાદ તારીખ. ર૦/૦૪/ર૦ર૧ ના રોજ કૈલાશધામ વાસી થયા હોવાથી સહકારી જગતમાં ભારે શોકની લાગણી પ્રસરી ગયેલ છે.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો–ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સી.ઇ.ઓ. ડો.પુરૂષોત્ત્।મ પીપરીયાએ જણાવેલ કે, જુનાગઢ રામટેકરી આશ્રમના અનુયાયી અને સેવક પંડિત સાહેબ આઘ્યાત્મિકતામાં પ્રખર જ્ઞાની હતા. તેઓ સામાજીક રીતે પણ સેવાઓ પ્રદાન કરવામાં હંમેશા અગે્રસર રહૃાા હતા. સેવા પરાયણતાના તેઓ પર્યાય હતા. અધિક રજીસ્ટ્રાર, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના જજ અને સહકારી ટ્રીબ્યુનલમાં જજ તરીકે સેવા પ્રદાન કરી રહૃાા હતા ત્યારે પણ તેમની પવિત્રતા છલોછલ છલકાતી હોવાનું સહકારી જગતે અનુભવ્યું છે તે કેમ વિસરાય, ન્યાય આપવામાં કયારેય પક્ષપાત કે શરતચૂક ના થાય તેની ખેવના રાખતા પંડિતસરની નખશિખ પ્રમાણિકતાથી સહકારી જગત અવગત હતું.મઘ્યમવર્ગીય પરિવારમાં જન્મ લઇ ઉચ્ચ હોદ ઉપર સત્તાધારી રહૃાા હોવા છતા નિવૃતિ બાદ મઘ્યમવર્ગીય પરિસ્થિતિમાં જ જીવન વિતાવનાર શ્રી પંડિત વાસ્તવમાં મૂઠી ઉંચેરા માનવી તરીકે જાણીતા હતા.

પોતાના તાબાના કર્મચારીઓની વેદનાને વાચા આપવામાં શ્રી પંડિતે હંમેશા દેવદૂત સમાન ભૂમિકા ભજવી હતી, તેથી જ સાથી અને તાબાના કર્મચારીઓમાં પણ અપાર આદર, મોભો અને માન ધરાવતા પંડિતની વિદાયથી સહકારી જગત ઘેરા શોકની લાગણી અનુભવી રહૃાું છે.

સહકારી જગતના મહારથી અશોકભાઇ ખંધારએ જણાવેલ કે સ્વ. વિરેનભાઇ પંડિતમાં નખસીખ, પ્રમાણિક સત્ય અને ન્યાયના આગ્રહી, સમય અને શિસ્ત પાલન કરનાર, જલકમલવત દાતા, વટવૃક્ષ સમાન સંબંધ રાખનાર, સહાય, સલાહ આપનાર વિગેરે જેવા ઉચ્ચ ગુણો વસેલા હતા.

સ્વ.પંડિત સાહેબના સત્કર્મો વિશે લખવા બેસીએ તો મહાગ્રંથ લખી શકાય તેવા યુગપુરૂષની વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં અનેક મહાનુભાવોએ હાજરી આપેલ હતી. જેમા સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો–ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઇ તન્ના, વાઇસ ચેરમેન વિનોદભાઇ તન્ના, મંત્રી હારિતભાઇ મહેતા, માનદ્ સી.ઇ.ઓ. ડો. પુરૂષોત્તમ પીપરીયા, ઉપ–પ્રમુખ વિનુભાઇ તન્ના, કો.ડિરેકટર ડો.બીનાબેન કુંડલિયા, ડિરેકટર્સ અનિલભાઇ કારિયા, બોટાદ પિપલ્સ બેંકના મેનેજીંગ ડિરેકટર જીવરાજભાઇ કડતિયા, વિજય બેંકના ચેરમેન ગોપાલભાઇ માંકડિયા, જીવન બેંકના ચેરમેન નરેન્દ્રસિંહજી જાડેજા, આર.સી.સી. બેંકના ડી.જી.એમ. પ્રકાશ શંખાવલા, સહકારી જગતના મહારથી અશોકભાઇ ખંધાર, રીટાયર્ડ I.A.S.શ્રી કે.બી. ઉપાઘ્યાય, C.A. એ.ડી. રૂપારેલ, પી.આર.ધોળકીયા, ડી.ડી. મહેતા,  જેઠવાભાઇ, જીલ્લા રજીસ્ટ્રાર જી.એમ જાડેજા સાહેબ તેમજ અજીત કુરીયા વિગેરે મહાનુભાવોએ વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં હાજરી આપી સ્વ. પંડિતને શ્રદ્ઘાંજલી અર્પણ કરેલ હતી.

સ્વ. વિરેનભાઇ પંડિત સાહેબ નિવૃત્ત અધિક રજીસ્ટ્રારશ્રી ગુજરાત રાજ્ય સહકારી વિભાગ

(11:28 am IST)