ગુજરાત
News of Monday, 23rd April 2018

પાલનપુર સિવિલ હોસ્‍પિટલનું ખાનગીકરણ કરવા મુદ્દે MCIની ટીમ દ્વારા નિરીક્ષણઃ ખાનગીકરણનો આમ આદમી પાર્ટીનો વિરોધ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર સિવિલમાં ખાનગીકરણ મામલે MCI ની ટીમ પાલનપુર સિવિલ ખાતે ઇન્સ્પેક્શન કરવા આવી પહોંચી હતી.. સિવિલમાં MCI ની ટીમે દરેક હોલ અને દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. તમામ ફેસિલિટીઝ ચેક કરાઇ હતી. પાલનપુર સિવિલમાં MCI ના ઇન્સ્પેક્શન દરમિયાન તમામ વોર્ડમાં દર્દીઓથી ઉભરાયેલા હતા અને દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા..જોકે એક કલાક બાદ દર્દીઓના વોર્ડમાં બેડ ખાલી હતા. તમામ દર્દીઓ ગાયબ હતા ત્યારે ક્યાંકને ક્યાંક એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે શું દેખાડા માટે જ દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા. તે સમયે સિવિલના ખાનગીકરણનો વિરોધ કરવા આવી પહોંચેલા સિવિલ બચાવો સમિતિ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને તેમને પાલનપુર હેડક્વાર્ટર બાદ જુદા જુદા સ્થળે ફેરવી અને દિયોદર પોલીસ મથકે લઇ જવાયા હતા.

(8:08 pm IST)