ગુજરાત
News of Saturday, 23rd March 2019

થરાદ તાલુકામાં પીવાના પાણીની અછત કારણે 50 ગાયોના મોતથી અરેરાટી

થરાદ:અછતનો સામનો કરી રહેલા બનાસકાંઠા ના વાવ પંથકમાં પાણી અને ઘાસચારાના અભાવે ૫૦ જેટલા અબોલ જીવોના મોત નિપજ્યા હોવાનું બહાર આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે જોકે પાણી પુરવઠા તંત્રની ઘોર લાપરવાહીના કારણે વાવના અસારાવાસ નજીક આવેલ સમલીપુરમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી ન મળતા ગાયો પાણીના અભાવે મોત ને ભેટી હોવાનું બહાર આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ગતવર્ષ નબળું ચોમાસુ રહેતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય હતી તીયારે સરકાર  દ્વારા બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળ માંથી ઉગારી લેવા માટે જિલ્લા ને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.અને દષ્કાળની પરિસ્થિતી ભોગવતા અને રણપ્રદેશ ધરાવતા વાવ,ભાભર,સુઇગામ,થરાદ જેવા વિસ્તારોમાં પશુઓને ઉગારી લેીવા માટે સરકાર દ્વારા ઘાસચારા અને પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્રના રેઢિયાળ વહીવટ ને લઇ આજે પણ છેવાડાના વિસ્તારોમાં પાણી અને ઘાસચારો પહોંચતો જ નથી જેના પરિણામે અબોલ પશુઓ અને લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જેમાં રણની કાંધીએ એ આવેલ દુષ્કાળગ્રસ્ત વાવ તાલુકાના અસારાવાસ નજીક આવેલ સમલીપુરમાં છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠાનું પાણી બંધ રહેતા આ ગામના લોકો અને પુશુઓની હાલત કફોડી બની હતી.

(5:49 pm IST)