ગુજરાત
News of Saturday, 23rd March 2019

સુરતમાં મોડેલિંગ સ્ટુડિયો ધરાવનાર યુવાને વરાછાના વેપારીને 49.17 લાખનો ચૂનો ચોપડ્યો

સુરત:દિલ્હીગેટ ડાંગી શેરીમાં મોડેલિંગ સ્ટુડિયો ધરાવતો યુવાન રીંગરોડ બેલ્જીયમ ટાવર ખાતે અગાઉ ફોટો પ્રિન્ટની દુકાન ધરાવતા મોટા વરાછાના યુવાનના રૂ.૪૯.૧૭ લાખ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. ધંધાની શરૂઆત માં સમયસર પેમેન્ટ આપનાર મોડેલિંગ સ્ટુડિયોના માલિકે પહેલા લગ્ન અને બાદમાં છૂટાછેડાનું બહાનું કાઢી પેમેન્ટ અટકાવ્યું હતું અને ત્યારબાદ ધમકી આપી દુકાન બંધ કરી બીજા સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં મોટા વરાછા લજામણી ચોક દ્વારકેશ નગરી સોસાયટી વિભાગ ૧ ઘર નં.૧૬ માં રહેતા ૩૫ વર્ષીય અશ્વિન શાંતિલાલ દેસાઈ હાલ ખટોદરા સબ જેલની પાછળ મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નં. ૪ માં ફોટો પ્રિન્ટનો વ્યવસાય કરે છે. તે અગાઉ રીંગરોડ બેલ્જીયમ ટાવર ખાતે પ્રમુખ ડિજિટલ પ્રેસના નામે ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. વર્ષ ૨૦૧૭ માં તેમના એક ભાગીદાર યોગેશભાઈની ભલામણથી તેમણે દિલ્હી ગેટ ડાંગી શેરી ૧ ઘર નં.૭/૪૮૬૩/એ માં પી.કે. મોડેલીંગના નામે મોડેલિંગ સ્ટુડિયો ચલાવતા કુલદીપ સ્વામી પૃથ્વીરાજ સ્વામી સાથે ધંધો શરૂ કર્યો હતો.

 

(5:44 pm IST)