ગુજરાત
News of Saturday, 23rd March 2019

અમદાવાદ: વિદેશ જવાની લાલચ આપી 20 લાખની છેતરપીંડી આચરનાર વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ શરૂ

અમદાવાદ:વિદેશ મોકલવાની લાલચ આપીને વિઝા નહી આપીને છેતરપીંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદના યુવકે વસ્ત્રાપુરમાં વિઝાની કામગીરી કરતા કન્સલ્ટન્ટને ઓસ્ટ્રેેલિયાના વિઝા માટે રૃપિયા ૨૦ લાખ રૃપિયા આપ્યા હતા. કન્સલ્ટન્ટએ વિઝા ના આપતાં દંપતિ બેંગ્લોરથી પરત આવ્યું હતું. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે રાહુલ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના સુણાવ ગામમાં સરદાર રોડ પર રહેતા હાર્દિકભાઇ રમેશભાઇ ુુપારેખે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બોડકદેવ ચાર રસ્તાની બાજુમાં પપ્રાઇમ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા રાહુલભાઇ પ્રિયકાંતભાઇ શાહ સામે ફરિયાદ નોધાવી છે કે ફેસબુક માધ્યમથી રાહુલભાઇનો સંપર્ક થયો હતો. ફરિયાદી વિઝા કન્સલ્ટીંગની કામગીરી માટે ઉપરોક્ત ઓફિસે આવતો હતો અને તેણે ત્રણ મહિના નોકરી કરી હતી.

(5:41 pm IST)