ગુજરાત
News of Saturday, 23rd March 2019

'હું કોંગ્રેસમાં જોડાયો એટલે ગદ્દાર અને ભાજપમાં જોડાયો હોત તો યુવા નેતા ગણાયો હોત' : હાર્દિક પટેલ

'હું તો યુવાન તરીકે શુભેચ્છા આપું કે કોર્ટ એમને ચૂંટણી લડવા માટે મંજૂરી આપે, એક જ વખતમાં મામલો પૂરો થઇ જાય : ઋત્વિજ પટેલ'

રાજકોટ તા. ૨૩ : બીબીસી ગુજરાતી દ્વારા સાંપ્રત રાજકારણ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં આજે ગુજરાતની વાત કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રથમ સેશનમાં કોંગ્રેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા ઋત્વિજ પટેલ તથા અમદાવાદનાં પૂર્વ મેયર ભાવનાબહેન દવે ચર્ચા કરી રહ્યાં છે.

હાર્દિક પટેલે કહ્યું, 'ગુજરાતમાં મુદ્દા જ મુદ્દા છે. સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. અમદાવાદમાં મેટ્રો બન્યા બાદ ઉદ્ઘાટન કરવાની જરૂર હતી. ૬ કિલોમિટરમાં બનાવીને ઉદ્ઘઘાટન કરવાની શું જરૂર હતી.' 'જેમની સરકાર હોય તેમની સામે જ સવાલો ઉઠાવવાના હોય. સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. અમદાવાદમાં મેટ્રો બન્યા બાદ ઉદ્ઘાટન કરવાની જરૂર હતી. ૬ કિલોમિટરમાં બનાવીને ઉદ્ઘઘાટન કરવાની શું જરૂર હતી.'

'જેમની સરકાર હોય તેમની સામે જ સવાલો ઉઠાવવાના હોય. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો એટલે ગદ્દાર કહેવામાં આવ્યું. અમે સમાજના મુદ્દા ઉઠાવીએ છીએ. તો તમે કઈ રીતે આરોપ મૂકો છે.'

હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, 'જયારે આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપને થતું કે હું સમાજને ગેરમાર્ગે દોરતો હતો. આનંદીબહેને ૧૦ ટકા અનામત આપી, મોદીએ ૧૦ ટકા અનામત આપી, આ બેમાંથી કઈ માગણી અમારે રાખવી તે સ્પષ્ટ નથી.'

'મેં એક સમાજ માટે માગ્યું હશે. પરંતુ તે દરેક સમાજને મળ્યું છે.' 'જો તમારે અનામત આપવાની જ હતી તો પછી હું અનામતની માગણી કરતો હતો ત્યારે મારી પર બે રાજદ્રોહના કેસ, જેલમાં મોકલવાની કે અન્ય કેસો કરવાની કયાં જરૂર હતી?

'બાલાકોટમાં હુમલો કર્યો તે સારી વાત છે પરંતુ તેમાં મુદ્દાની વાત ગાયબ છે.'

ભાજપના ઋત્વિજ પટેલે કહ્યું, 'અનામત મળી ગયા બાદ હાર્દિક પટેલ ઇચ્છતા હતા કે કેવી રીતે ફેસ સેવિંગ થઈ જાય, હું તો યુવાન તરીકે શુભેચ્છા આપું કે કોર્ટ એમને ચૂંટણી લડવા માટે મંજૂરી આપે. એક જ વખતમાં મામલો પૂરો થઈ જાય. હાર્દિક પટેલ સામે યુવા મોર્ચો જોરદારથી લડશે. હાર્દિક પટેલ હારશે તે સત્ય છે.

(4:05 pm IST)