ગુજરાત
News of Friday, 22nd March 2019

તાપી નદીમાં વૃદ્ધ મહિલાની લાશ તણાઈને આવ્યાનું જાણી તરવૈયા પાણીમાં કૂદયા :જીવિત નીકળી વૃધ્ધા !

રાંદેર કોઝ વે ઉપર ધૂળેટીના દિવસેબનાવ :સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ

 

સુરતના રાંદેર કોઝ વે પર  ધૂળેટીના દિવસે તાપી નદીમાં એક વૃદ્ધ મહિલાની લાશ તણાઇને આવી હોવાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદી પડ્યા હતા જોકે મહિલા જીવીત હતી. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

     મળતી માહિતી ,મુજબ સુરતના રાંદેર કોઝ વે ઉપર ધૂળેટીના દિવસે તાપી નદીના તટમાં એક મહિલા તણાઇને આવી હોવાની વાત વહેતી થઇ હતી.

   ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઉતરીને તપાસ કરતા મહિલા જીવતી નીકળી હતી.

તરવૈયાઓએ મહિલાને બહાર કાઢીને સારવાર માટે મોકલી આપવામાં આવી હતી.

(1:20 am IST)