ગુજરાત
News of Saturday, 23rd March 2019

સુરતમાં 7 વર્ષની બાળાને 10 રૂપિયાની લાલચ આપીને દુષ્‍કર્મ આચરનાર ઝડપાયો

સુરત: સુરતમાં સાત વર્ષ બાળકીને 10 રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધન આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. જોકે હાલ બાળકી સુરતની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. દુષ્કર્મની આ ઘટનાથી સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ સુરત ગ્રામ્ય પોલીસની જીલ્લા એલ.સી.બી અને જીલ્લા એસ.ઓ.જી પોલીસે ૨૪ કલાકમાં જ નરાધમ યુવકને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.

આમતો ગુજરાત સુરક્ષિત ગુજરાત માનવામાં આવે છે. પરંતુ હવે આ ગુજરાત ક્રાઈમ કેપિટલ બની રહ્યું છુ. હત્યા,લુટ,ધાડ અને બળાત્કાર જેવી ઘટના સામાન્ય બની ગઈ છે. તેમાય ગુજરાતનું સુરત અને સુરત ગ્રામ્ય એટલે ગુનાખોરીનું એપી સેન્ટર માનવામાં આવે છે. પોલીસ એક ગુનો ડીટેકટ કરે ત્યાં બીજો ગુનો બની જાય છે.

બે દિવસ પહેલા કડોદરાના વરેલી વિસ્તારમાં એક વાસનાલોલુપ નરાધમ યુવાને એક સાત વર્ષની બાળકીને નિશાન બનાવી પીખી નાખી હતી. હાલ બાળકી સારવાર હેઠળ છે અને આરોપી ફરાર હતો પરંતુ સુરત ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસના હાથે સી.સી.ટી.વી હાથ લાગ્યા અને નરાધમ પોલીસની ગિરફતમાં આવી ગયો પોલીસ પૂછપરછમાં આરોપીએ અપહરણ અને બળાત્કારનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:32 pm IST)