ગુજરાત
News of Friday, 23rd March 2018

માતર તાલુકાના રણાસરની સીમમાંથી પોલીસે બાતમીના આધારે જુગાર રમતા 5 શખ્સોને 48 હજારની મતા સાથે દબોચ્યા

માતર:તાલુકાના રણાસર સીમમાંથી પોલીસે જુગાર રમતા પાંચ ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસે જુગાર રમવાના સાધનો તથા રોકડ મલી કુલ રૂ. ૯૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલસીબી પોલીસે મળેલ માહિતી આધારે લીંબાસી-રણાસર રોડ ઉપર ચાલતા જુગારધામ ઉપર ગઈકાલે રાત્રે રેઈડ કરતા નાસભાગ મચી ગઈ હતી. આ દરોડા દરમ્યાન તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હસમુખભાઈ રણછોડભાઈ પટેલ, જશમીન રાજેન્દ્રભાઈ પટેલ, રૂપલ ઉર્ફે ટીનો જયેશભાઈ પટેલ, ભરતભાઈ ચીમનભાઈ પટેલ તેમજ ઉદ્ઘવ ગીરીશભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રોકડ રૂ. ૩૪૦૦, અંગ જડતીમાં રૂ. ૪૪,૭૦૦, મોબાઈલ નં.૫ રૂ. ૩૨,૫૦૦ તથા મોટર સાયકલ રૂ. ૧૦,૦૦૦ ની મળી કુલ રૂ. ૯૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:02 pm IST)