ગુજરાત
News of Friday, 23rd March 2018

મંદિર એટલે સાધના, આરાધના, ઉપાસના અને સંસ્કારોનું કેન્દ્ર : ધર્મવલ્લભદાસજી સ્વામી

સુરતમાં રાજકોટ ગુરૂકુળની શાખા દ્વારા મહિલા મંદિરનું ભૂમિપૂજન

રાજકોટ ગુરૂકુળની સુરત શાખા દ્વારા પ્રેમવતી સંસ્કાર મંદિરનું સંતો અને હરિભકતોની હાજરીમાં ખાતમુહુર્ત થયેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત, તા. ર૩ : રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની સુરત શાખા દ્વારા નિર્મિત થનાર શ્રી પ્રેમવતી સંસ્કાર મંદિરનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. સુરતના મોટા વરાછા, લેઇક યાર્ડનની સામે મંદિરના ખાતમુહુર્ત પહેલા મ્યુનિસિપલ કમ્યુનીટી હોલમાં યોજાયેલ સભામાં ધૂન કર્તન અને સંતોના આશિર્વાદ-સત્સંગ કરવામાં આવેલ. આ પ્રસંગે નિમિતે ત્રિદિનાત્મક ધ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ. શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ મંદિરને સાધના આરાધનનું કેન્દ્ર ગણાવેલ.

શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર ૩ દિવસ દરરોજ બપોરે ૩થી ૬-૩૦ દરમ્યાન ફકત મહિલાઓ માટેની આ વ્યાખ્યાનમાળામાં વેડ ગુરૂકુલ પ્રેમવતિ મહિલા મંદિર સાંખ્યયોગી બહેનોએ સત્સંગ લાભ આપેલ. જયારે રાત્રે શાસ્ત્રીશ્રી અચલજીવનદાસજી સ્વામી તથા શ્રી વર્ણીસ્વરૂપદાસ સ્વામીએ મંદિર, સંસ્કાર એ સર્મણ ઉપર કથાવાર્તા કરેલ. રાત્રીના રોશનમાં શ્રી ધર્મવલલભદાસજી સ્વામી, પશ્રી પ્રભુસ્વામી શ્રી શ્વેત વૈંકઠદાસજી સ્વામી તથા શ્રી સ્વયં પ્રકાશદાસજી સ્વામીએ ઉપસ્થિત રહી સત્સંગ લાભ આપેલ.

ખાતમુહુર્ત પ્રસંગે શ્રી પ્રેમવતિ સ્વામિનારાયણ સંસ્કાર મંદિરના ભૂમિદાતાઓ શ્રી વિનુભાઇ કોરાટ, શ્રી ધર્મનંદન ડાયમંડ વાળા શ્રી લાલજીભાઇ પટેલ, શ્રી તુલસીભાઇ ગોટી, શ્રી દયાળભાઇ ગોટી તેમજ આફ્રિકાવાળા શ્રી રાકેશભાઇ દુધાત-ત્રાકુડા, શ્રી ધનજીભાઇ અકાવા, શ્રી ઘનશ્યામભાઇ આકાળા, શ્રી પ્રદીપભાઇ તથા પ્રકાશભાઇ રાખોલીયા, શ્રી અવતાર ઇલેકટ્રીકવાળા શ્રી અશોકભાઇ તથા રાજુભાઇ વગેરેને શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિશેષ સન્યાનિત કરી શુભાશીર્વાદ પાઠવેલ હતા.(૮.૧૭)

(4:26 pm IST)