ગુજરાત
News of Friday, 23rd March 2018

હાઇસિકયુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દત ૩૧ માર્ચ સુધીઃ મુદત વધારવા સુપ્રિમમાં અરજી

ગાંધીનગર તા. ર૩: ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ૩૧ માર્ચના રોજ વાહનોની હાઇસીકયુરીટી નંબર પ્લેટની મુદત પૂર્ણ થાય છે આ મુદત વધારે લંબાવવા અંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ આજે ગૃહમાં એવી વાત કરી કે સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

રાજયમાં ર.૩૯ કરોડ વાહનોમાં આખી આધુનિક નંબર પ્લેટ લગાવવાની શરૂ કરવામાં આવી છે આ માટે સરકારે ૭૦૦ જેટલી ખાનગી એજન્સીઓ નીમવામાં આવી છે. આ એજન્સીઓ દ્વારા રોજના હજારો વાહનો પર આ પ્લેટ લગાડવાની કામગીરી કરવામાં આવી છે.

દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થાય છે અને રોજે રોજ આ પ્લેટ લગાડવાની કામગીરી મુશ્કેલ છે માટે સરકારે આ મુદતમાં વધારો કરવા સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી છે. 

(3:58 pm IST)