ગુજરાત
News of Friday, 23rd March 2018

ભરૂચ ટોલ નાકા પાસે હોર્ન મારતા પિતા પુત્રએ ઉશ્કેરાઈને મારમાર્યો

રશ્મિકાંતે હોર્ન મારતા ટોલ પ્લાઝાપાર સીંગ વેંચતા જીગો અને તેના પિતાએ લાકડાના સપાટા અને ઢોર માર માર્યો

 

ભરૂચ ટોલ નાકા પાસે હોર્ન મારવા જેવી બાબતે ઉશ્કેરાઈ જઈને પિતા પુત્રએ વાહન ચાલકને ઢોર માર માર્યો હતો ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયો છે

 અંગે મળતી વિગત મુજબ ભરૂચ ટોલ નાકા ઉપર અંકલેશ્વર ગેરેજ ઉપરથી મુલદ ચોકડી થી ભરૂચ તરફ બે મિત્રો દિપક અંબાલાલ પટેલ અને જયેશ મંગુભાઇ પટેલ સાથે રશ્મિકાન્ત મહેશપટેલ .વર્ષ.29 ગેરેજની નોકરી પતાવી શુકલતીર્થ માછી વાડ ખાતે ઘરે પરત આવતા હતા. દરમિયાન ટોલ પ્લાઝા થી પસાર થતા હતા ત્યારે ટોલ પ્લાઝાપાર સીંગ વેંચતા જીગો અને તેના પિતા સામે આવી જતા રશ્મિકાંતે હોર્ન મારતા તેઓ ગાળો બોલવા લાગતા બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

 બોલાચાલી ઉગ્ર બનતા જીગો તેના પિતા અને સતીશ વસાવાએ ઉશ્કેરાઈ જઈ રશ્મિકાંત ઉપર લાકડાના સપાટા તેમજ મૂઢ માર મારતા તેને સારવારઅર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયો. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:06 am IST)