News of Thursday, 22nd March 2018
ભરૂચ નેશનલ હાઇવે ઉપર નવી બાઈક ભરેલો ટેમ્પો પલ્ટી ખાઈ ગયું
ટેમ્પાનું એક્સલ સાથે ટાયર છૂટું પડી જતા પલ્ટી ખાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
ભરૂચ ;ભરૂચ નેશનલ હાઈવે નંબર ૮ ઉપર બાઈક ભરેલો એક ટેમ્પો પલ્ટી ખાઈ ખાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતાં.
મળતી માહિતી મુજબ ભરૂચના નેશનલ હાઈવે નંબર ૮ પર થી પસાર થઈ રહેલ એક આઈસર ટેમ્પો નંબર જીજે-૧૮-ટી-૯૫૪૭ કે જે નવી મોટર સાયકલ ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સરદાર બ્રિજ ઉપર ટેમ્પાનું પાછળનું ભાગે એક્સલ સાથે બંનેવ ટાયર છૂટું પડી જતા આઈસર ટેમ્પો રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગયો હતો. ટેમ્પામાં ભરેલ નવી મોટર સાયકલ પણ રોડ પર પડી હતી.અકસ્માત ના કારણે રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.અકસ્માત અંગેની જાણ ભરૂચ સી. ડીવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્રારા ટેમ્પાને સાઈડ પર લેવડાવી ટ્રાફિક રાબેતા મુજબ ચાલું કરાવ્યો હતો .
(12:18 am IST)