News of Thursday, 22nd March 2018
ભરૂચ :નાસતા ફરતા આરોપી યુસુફ ઉર્ફે ભડિયો દાઉદને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો
ભરૂચ :તાલુકા પોલીસ મથકના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી લીધો છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પેરોલ ફ્લો સ્કોડના પોલીસકર્મીઓ તપાસ અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક આરોપી યુસુફ ઉર્ફે ભડીયો દાઉદ બોબાત.
ભરૂચ તાલુકા પોલીસ મથકના નોંધાએલા ગુનામાં નાસતો ફરતો હોવાની બાતમીના આધારે ઝડપી પડ્યો હતો પેરોલ ફ્લો સ્કોડની કામગીરી થી નાસતા ફરતાં આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
(12:17 am IST)