ગુજરાત
News of Thursday, 22nd March 2018

જમીન કૌભાંડ મામલે સુરતના બિલ્ડર વસંત ગજેરાના પાંચ દિવસના રિમાન્ડ મંજુર

તપાસ માટે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે 27 માર્ચ સુધીના મંજુર કર્યા

સુરત:ચકચારી જમીન કૌભાંડ મામલે સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરાનાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે પોલીસે તપાસ માટે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે પાંચ દિવસના 27 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે

  અંગેની વિગત મુજબ કતારગામમાં એક ખેડૂતની સરવે નંબર 241-251ની જમીન પચાવી પાડી હોવાના આરોપમાં વર્ષ 1996મા વસંત ગજેરાએ મૃત્યુ પામેલા વ્યક્તિના બોગસ દસ્તાવેજ રજૂ કરી જમીન પોતાના નામે કરી લીધી હતી. જેને લઇને ફરિયાદી ભારતીબેન ફરીયાદ કરી છે કે જમીન પચાવી પાડી તેના પર વસંત ગજેરાએ સ્કૂલો બનાવી દીધી છે.ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ કર્યા હવે પોલીસે વસંત ગજેરા સામે કાર્યવાહી હાથ ધરી છે. વસંત ગજેરાએ પચાવી પાડેલ વેસુની જમીનની હાલ કિંમત 70 કરોડ છે. જ્યારે કતારગામની જમીનની કિંમત 300 કરોડ જેટલી છે.

ગજેરા બંધુઓ પીએનબી કૌભાંડમાં ફસાયેલા ગિતાંજલી ગ્રુપના ભાગેડુ માલિક મેહુલ ચોક્સીની જોયસ કંપનીમાં પણ ડાયરેક્ટર છે

(12:08 am IST)