ગુજરાત
News of Friday, 23rd March 2018

ઘોઘબાના ફરોડ ગામે છડકો પલ્ટી ખાઈ જતા બે મહિલાના કરૂણમોત:પાંચ મહિલાને ઇજા

અરાદ ગામની ભજન મંડળી ભજન પતાવી પરત ફરતી હતી ત્યારે ફરોડના પુલ પાસે છકડો પલ્ટી મારી ગયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે પાસે છકડો પલટી ખાઇ જતા બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી આ અંગે જાણવા મળતી વિગત મુજબ હાલોલ તાલુકાના અરાદ ગામની ભજન મંડળી ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગઇ હતી. ભજન મંડળી ભજન પતાવીને અરાદ ગામ તરફ પરત ફરી રહી હતી તે સમયે ફરોડ ગામના પુલ પાસે છકડો પલટી ખાઇ ગયો હતો. આ ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જયારે અન્ય પાંચ મહિલાને ઇજા પહોંચી હતી

(9:37 am IST)