ગુજરાત
News of Friday, 23rd March 2018

સુરતના ઉધના વિસ્તારમાં રાષ્ટ્રીય યુવા હિન્દૂ વાહિનીના પોસ્ટર ફાડી નાખતા હોબાળો

રામનવમીના કાર્યક્રમ પૂર્વે પોસ્ટરો ફાડી નાખતા લોકોમાં નારાજગી ;અસામાજિકોનું કૃત્ય

સુરતઃ ઉધના વિસ્તારમાં રાષ્ટ્રીય યુવા હિન્દુ વાહીનીના પોસ્ટર ફાડી નાખતા હોબાળો મચી ગયો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર ફાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પોસ્ટરો ફાળવણી ઘટનાને પગલે લોકોમાં પણ રોષ જેવા મળી રહ્યો છે.
  જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રીય યુવા હિન્દુ વાહીની દ્વારા રામનવમીના રોજ કાર્યક્રમ ઉધનાના આશા નગર વિસ્તારમાં આવેલા સ્વતંત્ર સેનાની વીર સાવરકર ચોક પાસે રાષ્ટ્રીય યુવા હિન્દુ વાહીનીના કાર્યક્રમના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા છે.

 

(9:37 am IST)