ગુજરાત
News of Tuesday, 23rd February 2021

રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી ૨૮ ફેબ્રુઆરીના દિવસે નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ રહે તેવા હેતુસર મંગળવારે સાંજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
ફ્લેગમાર્ચમાં ડીવાયએસપી રાજેશ પરમાર સહિત ટાઉન પી.આઈ.આર. એ.જાદવ,એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ,એસઓજી પીઆઇ કે.ડી.જાટ સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતેથી નીકળેલી ફ્લેગમાર્ચ રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.

(10:31 pm IST)