ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતમાં ભાજપનો 93 બેઠકો સાથે ભવ્ય વિજય : આપે 27 સીટ ખુંચવી : કોંગ્રેસનો સફાયો

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે સુરતમાં 93 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે AAP 27 સીટ પર જીત મેળવવામાં સફળ રહી હતી જ્યારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 6 મનપામાં ભાજપને ભવ્ય વિજય મળતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ  રૂપાણી ટ્વિટ કરીને પહેલી પ્રતિક્રિયા પણ આપી હતી કે ગુજરાતએ ભાજપનો ગઢ છે તે આ પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે તેવી પ્રતિક્રિયા આપી હતી.

(6:41 pm IST)