ગુજરાત
News of Tuesday, 23rd February 2021

ગાંધીનગરમાં ઓનલાઇન માધ્યમથી કોઈ પરિચય મેળવી સસ્તું સોનુ આપવાની લાલચ આપી વેપારીને લૂંટી લેનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:ઓનલાઈન માધ્યમથી પરિચયમાં આવેલા વ્યક્તિએ સસ્તુ સોનું આપવાની લાલચ આપી વેપારીને ઠગી લીધો હતો. ગાંધીનગર શહેર નજીક ચિલોડા ખાતે રાજસ્થાનના વેપારીને બજાર કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ચાર લાખ રૃપિયાનો ચૂનો ચોપડયાની ફરિયાદ ચિલોડા પોલીસમાં નોંધાવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બે ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.  

લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે કહેવત ફરી સાર્થક થઈ છે. શહેર નજીક આવેલા મુળ રાજસ્થાનના ર વિદ્યાવિહાર કોલોની બેંક ઓફ બરોાની પાસે કોટા ખાતે રહેતા પ્રફુલકુમાર મહેન્દ્રકુમાર જૈન શરાફી પેઢી ધરાવે છે. ત્યારે ગત શનિવારના રોજ તેમના મોબાઈલમાં ફેસબુકમાં કેતન પટેલ નામના પ્રોફાઈલ ઉપરથી લીંક આવેલી જેમાં સોનાની જાહેરાત હતી અને તે લીંક ઓપન કરી જોતાં તેમાં બજાર ભાવથી ૧પ કા સસ્તુ સોનું આપવાની જાહેરાત હતી. જેથી તેમણે કેતન પટેલ સાથે સોનું ખરીદવા વાતચીત કરી હતી અને પ્રફુલકુમારને મોટા ચિલોડા ખાતે પ્રમુખ કોમ્પ્લેક્ષમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા જયાં મનીષ પટેલ અને કેતન પટેલ સાથે ૧૦૦ ગ્રામ સોનું ખરીદવા બાબતે વાતચીત થઈ હતી. ત્યારે આ બન્ને શખ્સો તેમને ચિલોડાથી નજીક આવેલા એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા અને રૃપિયા આપી દો સોનું લઈ આવીએ તેમ જણાવતાં પ્રફુલકુમારે રૃપિયા ચાર લાખ તેમને આપી દીધા હતા. રૃપિયા લઈને સોનું લઈ આવવાનું કહીને બન્ને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે ઘણો સમય વીતી જવા છતાં બન્ને પરત નહીં આવતાં પ્રફુલકુમારને છેતરાયાનો અહેસાસ થતાં તેમને ચિલોડા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને ગઠીયાઓની શોધખોળ શરૃ કરી હતી

(5:02 pm IST)