ગુજરાત
News of Tuesday, 23rd February 2021

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર જાગ્યું : માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન શરૂ : હવેથી ડોર ટુ ડોર સર્વેલન્સ કરાશે

કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પુરી થતા અને કોરોના કેસમાં વધારો થતા એએમસી દ્વારા શહેરમાં નવા 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 70 નવા કેસ અને 49 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,308 થયો છે. 21 જાન્યુઆરીની સાંજથી 22 જાન્યુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 70 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 49 અને જિલ્લામાં 1 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,352 થયો છે. જ્યારે 59,481 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

જો કે ,રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બોર્ડર પર હવે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. જ્યાં રાજ્ય બહારથી આવતા લોકોની સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો કે, જરુર પડશે તો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન એરપોર્ટ પર પણ સ્ક્રીનીંગ કરવામાં આવશે. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વધતા કેસથી લેવાયો નિર્ણય લેવાયો હોવાનું જણાવી રહ્યા છે.

(10:48 am IST)