ગુજરાત
News of Tuesday, 23rd February 2021

ગુજરાત કોલેજમાં AAPના કાર્યકરોનો હોબાળો : EVM સાથે ચેડાં થયાનો ભાજપ પર આરોપ

મોડીરાત્રે આપના અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગુજરાત કોલેજ ખાતે ઉમટયા : પોલીસ કાફલો ખડકી દેવાયો

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ સંપન્ન થયુ છે અને આજે સવારે મતગણતરી પહેલા જ ગુજરાત કોલેજમાં માથાકુટ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટીને EVMસાથે ચેડાં થયા હોવાના આક્ષેપ થયાની માહિતી મળતા મોટી સંખ્યામાં આપના અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગુજરાત કોલેજ ખાતે ભેગા થઈ ગયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

(9:53 am IST)