ગુજરાત
News of Tuesday, 23rd February 2021

મનપાની ચૂંટણી બાદ ભાજપે શિસ્તભંગનો કોરડો વીંઝ્યો : પક્ષવિરોધી પ્રવૃતિ બદલ 53 કાર્યકરોને સસ્પેન્ડ કરાયો

કચ્છમાંથી 38 કાર્યકરો અને છોટા ઉદેપુરમાં 15 કાર્યકરોને પક્ષમાંથી પાણીચું અપાયું

અમદાવાદ : રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરી છે.

ભાજપ સંગઠને કચ્છમાંથી 38 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. તો આ તરફ છોટા ઉદેપુરમાં પણ ભાજપે આકરી કાર્યવાહી કરીને 15 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે

ચૂંટણી બાદ પાર્ટીના આ એક્શન મોડથી રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ સાથે અન્ય કેટલાક કાર્યકરોએ પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હોવોના પણ અહેવાલો પ્રાપ્ત થતાં જ પાર્ટીએ આવા કાર્યકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા

(9:45 pm IST)