ગુજરાત
News of Tuesday, 23rd February 2021

વલસાડમાં લાખો રૂપિયા ભરેલું એટીએમ તોડવાનો પ્રયાસ

તસ્કર સીસીટીવીમાં કેદ : નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી

વલસાડ,તા.૨૨ : વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમને નિશાન બનાવવાના બનાવો વધી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાંકલમાં જાહેર રસ્તા પર આવેલા બેંક ઑફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો. રાત્રે બેંક ઑફ બરોડાનું એટીએમ રાખ્યું હતું તે દુકાનમાં તસ્કર દાખલ થયો હતો. મોઢે કપડું બાંધી તસ્કરે દુકાનમાં ઘૂસી સાધનો વડે એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મશીન તૂટતા તે થોડીવારમાં એટીએમ  કેબિનમાંથી બહાર નીકળી ગયો છે. દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી. ત્યારબાદ શંકા જતા તેની અટકાયત કરી હતી. વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે છ્સ્ તોડવાનો પ્રયાસ કર્યો હતો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે તેની પાસેથી મશીન તોડવાના સાધન સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીની ધરપકડ સાથે બેંક ઑફ બરોડાના એટીએમ માં બેંક દ્વારા લોડ કરવામાં આવેલા રોકડા રૂપિયા લાખથી વધુની રકમ બચી ગઈ છે. વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે. મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપી સેલવાસ રોડ પર પણ એક ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો. જોકે, વખતે પણ આરોપીઓ એટીએમ  તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી બેક્નના એટીએમ માં લોડ કરવામાં આવેલા કરોડો રૂપિયા બચી ગયા હતા. કેસમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

દરમિયાન ચોંકાવનારી વાત પણ બહાર આવી છે કે બંને ઘટનાઓમાં બેક્નો દ્વારા લાખો અને કરોડો રૂપિયા એટીએમમાં ભરેલા હોવા છતાં પણ એટીએમ ને રાત્રે સિક્યુરિટી ગાર્ડ વિના રેઢા મૂકી દેવામાં આવે છે. કારણે એટીએમ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા એટીએમને રામ ભરોસે છોડી દેતી બેંકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

(9:37 pm IST)