ગુજરાત
News of Sunday, 23rd February 2020

ટ્રમ્પની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓની ખાસ એડવાઈઝરી જાહેર

પેસેન્જર્સને આઈડી પ્રુફ સાથે રાખવાનું: મુસાફર સિવાય કોઈને પ્રવેશ નહીં

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરી માટે ખાસ પ્રકારની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જર્સને આઈડી પ્રુફ સાથે રાખવાનું સુચન આપવામાં આવ્યું છે.

 આ ઉપરાંત મુસાફર સિવાય તેમની સાથેના કોઈ પણ વ્યક્તિને એરપોર્ટમાં પ્રવેશ નહીં આપવાની પણ તાકીદ કરાઈ છે. તેમજ હેવી ટ્રાફિકને કારણે તમામ મુસાફરને નિયત સમય કરતાં 3 કલાક વ્હેલા એરપોર્ટ પર આવવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.

(11:58 pm IST)