ગુજરાત
News of Sunday, 23rd February 2020

સુરતમાં સિટી બસનો કહેર યથાવત:ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

સ્થાનિક લોકોએ પીછો કરી અડાજણ પાસે સીટિ બસ ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો

સુરતમાં ફરી વાર બ્લુ સિટી બસનો કહેર યથાવત જોવા મળ્યો છે અહીં નાનપુરા વિવેકાનંદ સર્કલ પાસે ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત થયું છે. સ્થાનિક લોકોએ પીછો કરી અડાજણ પાસે સીટિ બસ ચાલકને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ડ્રાયવરને પોલીસ હવાલે કરાયો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(11:41 pm IST)