News of Sunday, 23rd February 2020
ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને 'બિસ્ટ કાર' પહોંચી અમદાવાદ
સુરક્ષાની દ્રષ્ટીએ અભેદ સુરક્ષા ચક્ર ગણાતી આ બિસ્ટ કાર: કંઇ કારમાં ટ્રમ્પ સવાર થશે તે અંતિમ ઘડીએ નક્કી કરાશે.
અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કારમાં સવાર થશે તે બંને બિસ્ટ કાર અમદાવાદ આવી પહોંચી છે. સુરક્ષાની દ્રષ્ટીએ અભેદ સુરક્ષા ચક્ર ગણાતી આ બિસ્ટ કાર અમદાવાદ ગ્લોબ માસ્ટર વિમાન મારફતે આવી પહોંચી છે. જ્યારે ટ્રમ્પનો રોડ શો આયોજીત કરાશે ત્યારે આ કારમાંથી કંઇ કારમાં ટ્રમ્પ સવાર થશે તે અંતિમ ઘડીએ નક્કી કરાશે.
(11:14 pm IST)