ગુજરાત
News of Sunday, 23rd January 2022

દેવલીયા ગામથી ટ્રેકટર તથા ટેમ્પાની બેટરીઓની ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીને દબોચી લેતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા .૨૦ / ૦૧ / ૨૦૨૨ પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ વાણી દૂધાત તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર કેવડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામા ચોરીના ગુનાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેમા તિલકવાડા પો.સ્ટે.માં ચોરીનો ગુનો તા .૨૦ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૧/૧૦ વાગે દાખલ થયેલ જે ગુનાની હકીકતમાં દેવલીયા ગામે રહેતો મકબુલશા અહેમદશા દિવાનની છોટા હાથી ટેમ્પા રજી .નં . GJ - 06 - AT - 2821 તથા બીજા છોટા હાથી ટેમ્પા રજી.નં. GJ - 06 - VV - 5460 તથા ટ્રેકટર સ્વરાજ ૭૩૫ રજી.નબર જી.જે .૦૭ એ.એ .૭૯૦૯ ની બેટરી કોઇ ચોર ઇસમ તા .૧૯ / ૦૧ / ૨૦૨૨ના કલાક ૦૧/૦૦ થી કલાક ૦૭/૦૦ વાગ્યા દરમ્યાન દેવલીયા ગામેથી ચોરી કરી લઇ ગયેલ જે ગુનાની તપાસ દરમ્યાન પો.સ્ટે.સ્ટાફને સયુંક્ત બાતમી મળેલ કે દેવલીયા ખાતે રહેતા મૌલીકગીરી પ્રવિણગીરી ગોસ્વામી એ ટ્રેક્ટર તથા છોટા હાથીની ત્રણ નંગ બેટરી ચોરી કરેલાની હકીકત જણાતા આરોપીને ઝડપી ધનિષ્ઠ પુછપરછ કરતા તેણે ટ્રેક્ટર તથા છોટા હાથીની બેટરીઓ ચોરી કરેલાની હકીકત જણાવેલ પોતે છેલ્લા બે મહીનાથી બેકાર હોઈ અને વાપરવા માટે પૈસાની જરૂર હોઇ જેથી આ બેટરી ચોરી કરેલાનું જણાવેલ જેથી મૌલીકગીરી પ્રવિણગીરી ગોસ્વામી પાસેથી ત્રણેય બેટરી કિ.રૂ .૧૨,૦૦૦ મુદ્દામાલ રીકવર કરી તિલકવાડા પો.સ્ટે.નો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી હતી.

(5:33 pm IST)