ગુજરાત
News of Saturday, 23rd January 2021

લાછરસ ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં રહેતા યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 પ્રાપ્ત માહિતી અનુસાર લાછરસ ગામમાં રહેતા રવિભાઇ મુકેશભાઇ વસાવા( ઉ.વ .૨૬ )એ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા તેની પ્રથમ સારવાર રાજપીપળા સરકારી દવાખાને લઈ ત્યાંથી વડોદરા ssg હોસ્પીટલ ખાતે દાખલ કરેલ હતા તેનું સારવાર દરમ્યાન મોત થતા રાજપીપળા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:39 pm IST)