ગુજરાત
News of Saturday, 23rd January 2021

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : વધુ 702 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીનું મોત :મૃત્યુઆંક 4375 થયો : કુલ 2,49,352 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 31,116 લોકોને રસી અપાઈ : કુલ 78,319 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 85 કેસ, સુરતમાં 92 કેસ,વડોદરામાં 87 કેસ, રાજકોટમાં 59 કેસ,કચ્છ અને ગાંધીનગરમાં 11--11 કેસ, જૂનાગઢમાં 9 કેસ, ભાવનગરમાં 7 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 5240 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 423 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 702 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 702 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,49,352 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 1 વ્યક્તિનો  કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4375 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,39 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, હાલમાં કુલ 510 કેન્દ્રો ઉપર 31,116 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 78,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં હાલ 4960 એક્ટિવ કેસ છે. જેમાંથી 50 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 4910 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયુ  છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 423 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 85 કેસ, સુરતમાં 92 કેસ,વડોદરામાં 87 કેસ, રાજકોટમાં 59 કેસ,કચ્છ અને ગાંધીનગરમાં 11--11  કેસ, જૂનાગઢમાં 9 કેસ, ભાવનગરમાં 7 કેસ નોંધાયા છે

(7:58 pm IST)