ગુજરાત
News of Saturday, 23rd January 2021

મોડાસાથી કોલવડા જવાના રસ્તામાં બાજુમાં મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય વધ્યો

મોડાસા: મોડાસાથી કોલવડા તરફ થઈ ને ધનસુરા તરફ જતાં માર્ગમાં હમીરપુર ગામથી કોલવડા તરફ ના રસ્તામાં રોડ ને અડી ને જ ખાડા પડી ગયા છે.જેથી આ રોડ ઉપર થી પસાર થતાં વાહનો રોડ નજીક સાઈડ લેતાં ખાડામાં ખાબકવા નો ભય સતાવે છે.જયારે રાત્રીના સમયે રોડની બાજુમાં પડેલ ખાડા ન દેખાતાં વાહન ચાલકો ખાબકે છે.

આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો દિવસ દરમ્યાન પસાર થાય છે.આ રોડ ની બાજુના પડી ગયેલા ખાડાનું સત્વરે સમાર કામ હાથ ધરાય અને ખાડામાં માટીનું પુરણ કરી રોડની સાઈડ સમતળ કરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી હતી.

 ચારથી પાંચ જગ્યાએ રોડને અડીને જ ખાડા પડી ગયા છે. જેને લઈ તંત્ર દ્વારા સત્વરે કામ હાથ ધરાય તેવી રજૂઆત જાગૃત નાગરિકોએ કરી હતી.

(5:22 pm IST)