ગુજરાત
News of Saturday, 23rd January 2021

વડોદરા પોલીસને ગુજસીટોક કાયદા હેઠળની કાર્યવાહીના અભ્યાસમાં ગોંડલ પોલીસની એફઆઇઆર કાબિલેદાદ લાગી

બિચ્છુ ગેંગના ૨૬ ગેંગ સ્ટરો સામે ગુજસીટોક કાયદા હેઠળની કાર્યવાહી ફૂલ પ્રૂફ બનાવવા અથાગ જહેમત ઉઠાવવામાં આવેલ : રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને રાજકોટ રૂરલ એસપી બલરામ મીના તથા ગોંડલ DYSP પ્રતિપાલસિંહ ઝાલા ટીમની મહેનત રંગ લાવીઃ ગુજરાતમાં જામનગરમાં સૌપ્રથમ ખાસ મિશન સાથે આવેલ એસપી દીપેન ભદ્ર ટીમ દ્વારા ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયેલ

રાજકોટ તા.૨૩, વડોદરા શહેરની કુવિખ્યાત બિચ્છુ ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઐતિહાસિક પગલું ભરી ગુજસીટોક એકટ હેઠળ એક સાથે ૨૬ ગેંગ સ્ટરો સામે કેશ કરવા સાથે ૧૨ ગેંગસ્ટરોને જેલભેગા કરી સપાટો બોલવી દેવાયો છે.       

 અસામાજિક તત્વો સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા પોલીસ કમિશનર ડો. શમશેર ના સીધા માર્ગદર્શન હેઠળ એડી.પોલીસ કમિશનર ચિરાગ કોરાડ્યા ડીસીપી ક્રાઇમ જયદીપસિહ જાડેજાના સૂચન મુજબ એસીપી ડી.એસ.ચૌહાણ દ્વારા દ્વારા આ કાર્યવાહી કરતા પહેલા આરોપીઓ સામે મજબૂત કાયદાકીય ગાળિયો ત્યાર કરવા માટે વિવિધ શહેર જિલ્લાની ગુજ સી ટોક એકટ હેઠળની FIR ના અભ્યાસ કરેલ. સૂત્રો માંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને રાજકોટ રૂરલ એસ.પી.બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ ગોંડલ પોલીસના DYSP પ્રતિપાલ સિહ ઝાલા ટીમ દ્વારા થયેલ FIR વડોદરા પોલીસને અન્યો FIR ના પ્રમાણમાં ફૂલ પ્રૂફ લાગી હતી.અને તેની તારીફ કરતી જાણ પણ ગોંડલ પોલીસને કરી હોવાનું જાણવા મળે છે. અત્રે યાદ રહે કે ગત નવેમ્બર માસથી અત્યાર સુધીમાં ગોંડલ ખાતે ભૂ માફીયાઓ અને વ્યાજ વટાવ દ્વારા લોકોને પીડતા તથા લુખાગીરી કરતા તત્વો વિરૂદ્ઘ જંગ છેડેલ જેની અસર ખૂબ થયેલ. પોલીસનો આકરો મિજાજ જોય બીજા તત્વોને પણ માયા સંકેલવાની ફરજ પડેલ.

(11:43 am IST)