News of Tuesday, 23rd January 2018
25મી માર્ચે ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર ચૂંટણી માટે મતદાન
8મી ફેબ્રુઆરીએ મતદારયાદી જાહેર કરાશે ;6માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી દેવાયુ છે જે મુજબ 8મી ફેબ્રુઆરીનાં રોજ મતદાર યાદી જાહેર કરાશે વિદ્યાર્થી સેનેટની 10 બેઠકો માટે 25 માર્ચનાં રોજ ચૂંટણી યોજાવામાં આવશે.જો કે 22 ફેબ્રુઆરી સુધી મતદારયાદીમાં સુધારા માટે અરજી થઈ શકશે. 6 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 8 માર્ચે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 25 માર્ચનાં રોજ સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.
(11:22 pm IST)