ગુજરાત
News of Friday, 22nd December 2017

આ વખતની ચૂંટણીમાં જ મશીનો કેમ ખરાબ થયા, એ પણ ભાજપની ચાલાકી છે : સંઘાર

રાજકોટ, તા. રર :  ગુજરાત ભરમાં ઇવીએમ મશીનમાં ભાજપ દ્વારા ગોટાળા થયા છે. તેના નક્કર પુરાવાઓ છે. આ કોંગ્રેસની હાર નથી ગુજરાતની જનતાની હાર છે. તેમ અગ્રણી સુલેમાન સંઘારે કહી એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતભરના ટોપથી બોટમ સુધીનાં ભાજપના સભ્યો જગ જાહેર છે. કે તેઓને મુસ્લીમ મતો આપતા જ નથી. જયારે અમારા સર્વે મુજબ રાજકોટનાં મુસ્લીમ વિસ્તારોએ કોંગ્રેસને ૭૦ થી ૮૦ ટકાના પ્રમાણમાં મતો આપ્યા છે. જયારે બુથ વાઇઝ તપાસ કરતા તેમાં પણ ભાજપને સરસાઇ મળી છે. જે ગુજરાત ભરમાં પણ મુસ્લીમ મત વિસ્તારોની સરસાઇ જાણવા મળે છે તે નક્કર હકીકત છે.

ઇવીએમ મશીનમાં જેમને મત આપ્યા હોય તેની છાપેલી સ્લીપોનો રોલ તપાસવામાં આવે તો ભાજપને મતો ન મળ્યાનું સાબીત થશે અને એ વાત ચૂંટણી પંચે પણ સ્વીકારેલ છે તેની કાર્યવાહી થવી જરૂરી છે.

કોઇપણ મશીનરીમાં તબદીલ શકય હોય છે. દા.ત. મોબાઇલમાં બીજાનો મોબાઇલ બંધ કરી શકાય છે. વગેરે આજ સુધીમાં ચૂંટણી વખતે જેટલા મશીનો ખોટવાયા -તેવું ભૂતકાળમાં કયારેય બન્યુ નથી તો, આ  વખતની ચૂંટણીમાં મશીનો કેમ ખરાબ થયા - આ પણ એક ભાજપની ચાલાકી છે. અંતમાં કોંગ્રેસ પક્ષને વણ માંગી સલાહ કે ચૂંટાયેલા ૮૦ ધારાસભ્યોએ એક મત થઇ ધારાસભ્ય પદ સંભાળવું ન જોઇએ અને પ્રદેશ કોંગ્રેસ પક્ષે તમામ ધારા સભ્યો વતી હાઇકોર્ટમાં કે સુપ્રિમ કોર્ટમાં ઉપર મુજબનાં પુરાવાઓ અને કાયદાકીય ચૂંટણી લક્ષી નીતિ નિયમો આધારિત રીતે ન્યાય મેળવવા દાદો માંગવી જોઇએ અને દાદ ન મળે ત્યાં સુધી સતાધારી પક્ષને કોઇપણ જાતની કાર્યવાહી કરવા દેવી ન જોઇએ તેનો પણ દાદમાં સમાવેશ કરવો જોઇએ. અને આ ચૂંટણી રદ બાતલ કરી ફરી ચૂંટણી મશીન વગર માત્ર બેલેટ પધ્ધતિથી થાય તેવી પણ દાદ માગવી જોઇએ. તેમ સુલેમાન સંઘારે વધુમાં જણાવેલ છે.

(3:42 pm IST)