ગુજરાત
News of Tuesday, 22nd November 2022

વડોદરામાં ટ્રેનના એસીકોચમાંથી વૃદ્ધ શખ્સના પર્સની ચોરી થતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતી 73 વર્ષની વૃદ્ધા શાલિની અશોકભાઈ દેશપાડે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પતિ સાથે મુસાફરી કરી દ્વારકા જતા હતા. રાત્રિ મુસાફરી હોવાથી વૃદ્ધ પતિ અને પત્ની ઊંઘી ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન આવતા તેઓ ઉંઘમાંથી જાગ્યા ત્યારે કાળા રંગનું પર્સ ગાયબ હતું. કોઈ ગઠિયો એસી કોચમાંથી દાગીના, રોકડ 25 હજાર સહિત 51 હજારની મત્તા મૂકેલ પર્સ ઉઠાવી ગયો હતો.

 

(5:56 pm IST)