આમલેથા મોટા ફળીયામા વિધવાને ડાકણ હોવાના વ્હેમે માર મારી 03ને ઇજાઓ પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામના મોટા ફળીયામાં ડાકણનો વ્હેમ રાખી મારા મારી કરી ઇજાઓ પહોંચાડનાર શખ્શ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે માં ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર રમણીબેન નરોત્તમભાઇ વસાવાની (ઉ.વ.૬૦) ( રહે.આમલેથા મોટાફળીયુ )એ આપેલી ફરીયાદ મુજબ હરેશભાઇ રાજેન્દ્રભાઇ વસાવા (રહે.આમલેથા)એ તેમને ગાળો બોલી તું ડાકણ છે અને તુ ડાકણ હોવાથી મારા કાકા ભુદરભાઇ દલસુખ ભાઇ વસાવા બિમાર છે.તેમ કહી ગાળો આપતા તેને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ રમણી બેન ને તથા ઇજાપામનાર અને સાહેદો ફરીયાદ આપવા જતા હતા તે વખતે પોતાની મો.સા. ઉપર આવી મોસા.આગળ કરી દઇ ત્રણ ને ઇજાઓ કરી જાન થી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે