ગુજરાત
News of Friday, 22nd November 2019

વડોદરાના ફતેગંજ બ્રિજ નજીક પુરપાટ ઝડપે જતી કારનો પીછો કરી પોલીસે નશાની હાલતમાં ત્રણ શખ્સોની રંગે હાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના ફતેગંજ બ્રિજ નજીક પૂરઝડપે જતી કારને પોલીસે આંતરતા ચાલક સહિત ત્રણ નશામાં ચૂર હાલતમાં મળી આવ્યા હતા.

ફતેગંજ પોલીસ ગઇરાત્રે મોલ પાસે હતી તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારનો ચાલક કાર વાંકીચૂકી ચલાવતો દેખાતા પોલીસે કારને રોકી હતી.પોલીસે તપાસ કરતા કારચાલક (1) અલ્કેશ અજીત ગિરી ગોસ્વામી (રહે. વ્રજ વિહાર સોસાયટી,ડેરોલ સ્ટેશન પાસે તા કાલોલ) કારમાં બેઠેલા (2) રાજેન્દ્ર અનંત ચરણ સેનાપતિ (રહે.વ્રજ વાટીકા સોસાયટી, ન્યુ સમારોડ) તેમજ (3) મહેશ નગીનભાઈ વસાવા (રહે. ભક્તિનગર,તા કાલોલ જી.પંચમહાલ) પણ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું.

(5:38 pm IST)