ગુજરાત
News of Friday, 22nd November 2019

ગળતેશ્વરના સેવાલિયા ગામે દીકરીના લગ્નમાં આવેલ જાનના લોકોને ફૂડ પોઈજિનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવતા લગ્નના પ્રસંગમાં દોડધામ સર્જાઈ

નડિયાદ:ગળતેશ્વરના સેવાલીયા ગામે દિકરીના લગ્નમાં આવેલ જાનના કેટલાક લોકોનો ફુડ પોઇઝનીંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાનમાં આવેલા લોકોએ રસ્તામાં કોઇ જગ્યાએ નાસ્તો કર્યો હોવાથી આ અસર થઇ હોવાનુ પ્રાથમિક તારણમાં બહાર આવ્યુ છે.

સેવાલીયા ગામે દિકરીના લગ્ન પ્રસંગે પેટલાદથી જાન આવી હતી.જાન આવ્યા બાદ બસમાંથી જાનૈયાઓને ઉતારા તરફ લઇ જવામાં આવ્યા હતા.આ બાદ કેટલાક જાનૈયાઓને પેટમાં દુખાવો થયો હતો.આ સાથે કેટલાક લોકોને વોમીંટીંગ પણ શરૂ થઇ હતી.જેથી જાનૈયાઓને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તાત્કાલિક સારવાર મળતા અસર પામેલા ૧૦ થી ૧૫ જેટલા વ્યક્તિઓને રાહત મળી હતી.

(5:34 pm IST)