ગુજરાત
News of Friday, 22nd November 2019

વડોદરા: જુદા-જુદા વિસ્તારમાં એટીએમની બહાર ગ્રાહકની મદદ કરવાના બહાને રકમ ઉપાડી લેનાર ઠગની રંગે હાથે ધરપકડ

વડોદરા: આણંદ તેમજ અન્ય વિસ્તારોમાં એટીએમની આસપાસ અડિંગો જમાવી ગ્રાહકોને મદદ કરવાને બહાને એટીએમમાંથી રકમ ઉપાડી લેતા આણંદના ઠગને પોલીસે ઝડપી પાડતા ગોત્રી વિસ્તારના વધુ બે ગુનાની કબુલાત કરી છે.

વાસણા રોડની સંત કૃપા સોસાયટીમાં રહેતા અને ઇન્કમટેક્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા બાબુભાઈ વણકરે પોલીસને કહ્યું છે કે ગઈ તા.11 સપ્ટેમ્બરે બપોરે હું ચકલી સર્કલ પાસે એસબીઆઈના એટીએમમાં બેલેન્સ ચેક કરવા ગયો તે વખતે અંદરથી સ્લીપ નહીં નીકળતા એક અજાણ્યો શખ્સ અંદર આવ્યો હતો અને હું તમને બેલેન્સ ચેક કરતા શીખવાડું તેમ કહી બટન દબાવ્યા હતા.

(5:32 pm IST)