ગુજરાત
News of Friday, 22nd November 2019

કોંગ્રસ રચિત 'યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ'ને ભાજપે પ્રચાર-પ્રસારનું માધ્યમ બનાવી દીધું: જયરાજસિંહ પરમાર

કોંગી નેતાના આકરા ચાબખાઃ સરકારી ખર્ચે થઇ રહેલા ભગવાકરણની ઘોર નિંદા કરી

અમદાવાદ તા.ર૨: કોંગ્રેસની સરકારે ૧૯૭૦માં રચેલ 'યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ'ને શિક્ષણના ભગવાકરણ માટે પંકાયેલી ભાજપ સરકારે પક્ષના પ્રચાર અને પ્રસારનું માધ્યમ બનાવી દીધું હોવાનો કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે આક્ષેપ કરી જણાવ્યું છે કે ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક મોદીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેમ જણાય છે. ઉપરાંત ગોધરાકાંડ કોંગ્રેસ પ્રેરિત હતું તેવું લખનાર સત્ત્।ાધીશોએ ગોધરાકાંડમાં કોંગ્રેસનો હાથ કઈ રીતે એ સાબિત કરવું પડશે નહીંતર કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલ ફંડમાંથી ભાજપના મુખપત્ર સમાન પુસ્તક ગુજરાતની રાજકીય ગાથાઙ્ખની પાંચ હજાર પ્રત આ ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા છાપવામાં આવી છે. પૂર્વ સાંસદ અને બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવે અને પરિક્ષીત જોશી દ્વારા તૈયાર કરેલ આ પુસ્તક નરેન્દ્ર મોદીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે. જયારે ગુજરાતના પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની સ્થિતિ સમગ્ર દેશના પરિપેક્ષમાં ખૂબ જ નબળી હોય ત્યારે વિદ્યાર્થીઓને બિન-ઉપયોગી અને ભાજપ માટે વોટ અપીલ કરતા પુસ્તક છાપવાની જરૂર શું તે સવાલનો જવાબ સરકારે આપવો જોઈએ.

આ બંને લેખક કે પ્રકાશકને ગોધરા કાંડ કોંગ્રેસ પ્રેરિત હતું તેવું લખતી વખતે એટલી સામાન્ય બુદ્ઘિ ના પહોંચી કે કોંગ્રેસ પ્રેરિત કાંડમાં સરકાર ભાજપની હોવા છતાં તેમના તત્કાલીન મંત્રી માયા કોડનાની, વીએચપી, બજરંગદળના લોકોને સજા કેમ થઈ ? અને એકપણ કોંગ્રેસના નેતા પર તે અનુસંધાને એક પણ કેસ કેમ ના થયો ? ગુજરાતમાં થયેલા કોમી તોફાનો પાછળ કોનો દોરી સંચાર હતો અને આ સંચાલકો સત્ત્।ામાં આવ્યા બાદ કેમ હુલ્લડ બંધ થઈ ગયા આ બન્ને તથ્યોને જોડો તો સત્ય સમજાય. પણ જુઠાણા જ ફેલાવીને સાહેબની ગુડબુકમાં રહેવાનું હોય તો સત્ય કયાંથી પચે ?

ગુજરાતની રાજકીય ગાથા લખવા જે ભાષા, શબ્દ અને પૂર્વગ્રહયુકત દૃષ્ટિકોણ રખાયો છે તે પણ નીંદનીય છે. ભાજપી કરતુતોને નજરઅંદાજ કરી કોંગ્રેસ અને કોંગ્રેસ નેતૃત્વને બદનામ કરી ભાજપને ઉજળા દેખાડવાનો પ્રયાસ ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડે કર્યો છે જે નરી નિર્લજજતા સિવાય કંઈ જ નથી.

ટુંકમાં સમજીએ તો ગુજરાતના યુવાનોને કલેકટર કે ડોકટર એન્જીનીયર નહીં પણ ભાજપના ભકત બનાવવાનો એક તખ્તો શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી દ્યડાયો છે. પહેલા મુર્ખ બનાવો પછી ભકત તો એ આપોઆપ બની જશે એવી શ્રદ્ઘાથી ભાજપ ધાર્મિક અંધશ્રદ્ઘાની જેમ રાજકીય અંધશ્રદ્ઘા ફેલાવવા વ્યસ્ત છે જેના મૂળમાં શિક્ષણનો અભાવ હોવાની પૂર્વશરત સંકળાયેલી છે. ભાજપ હાથમાં ડિગ્રી સાથેની નહીં તેઓ ઈચ્છે એમ ત્રિશૂળ પકડી લે તેવી યુવાપેઢી તૈયાર કરવા માંગે છે. આથી કોંગ્રેસના પ્રવકતા તરીકે હું સરકારી ખર્ચે સરકારી સંસ્થાઓ દ્વારા થતાં આ શિક્ષણના ભગવાકરણની ઘોર નિંદા કરવાની સાથે સાથે આ પુસ્તકોને પરત ખેંચવાની માંગણી કરૃં છું.

(3:43 pm IST)