ગુજરાત
News of Friday, 22nd November 2019

સીએસબી બેંક લી. દ્વારા બીડ ઓફરનો પ્રારંભ : ૨૬મીના થશે બંધ

અમદાવાદ : સીએસબી બેંક લીમીટેડ (બેંક)એ આજે રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેર (ઈકિવટી શેર)ની ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ (આઈપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. બીડ/ ઓફર ખુલવાની તારીખથી એક દિવસ અગાઉ એટલે કે ૨૧ નવેમ્બરના રોજ એન્કર ઈન્વેસ્ટર બીડ/ ઓફર કરી શકાશે.

આઈપીઓમાં રૂ.૨૪૦ મિલિયન (ફ્રેશ ઈશ્યુ) સુધીના નવા શેર અને વિક્રેતા શેરધારકો (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઈશ્યુ સાથે સંયુકતપણે ઓફર તરીકે ઓળખાય છે) દ્વારા ૧૯ ૭૭૮, ૨૯૮ ઈકિવટી શેર સામેલ હશે. બીડ / ઓફર ૨૬મીના બંધ થશે. બીડ લઘુતમ ૭૫ ઈકિવટી શેર માટે અને પછી ૭૫ ઈકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઈકિવટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા લીમીટેડ પર થશે.

ઓફરમાં પ્રાપ્ત થતા ચોખ્ખા ભંડોળનો ઉપયોગ બેંકની ભવિષ્યની મૂડી જરૂરીયાતો પૂર્ણ કરવા ટીઅર - ૧ મૂડીના આધારને વધારવા માટે થશે. જે બેંકની મિલકતો, મુખ્યત્વે બેંકની લોન/ એડવાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલીયોમાં વૃદ્ધિ કરશે તેમજ બેઝલ ૩ અને આરબીઆઈની અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરશે એવી અપેક્ષા છે.

(12:59 pm IST)