ગુજરાત
News of Friday, 22nd November 2019

અમદાવાદમાં પેઈન્ટીંગ, પ્રિન્ટર્સ, સિરામીકનું યોજાઈ ગયેલ શાનદાર પ્રદર્શન

અમદાવાદ : પેઈન્ટીંગ, પ્રિન્ટસ સિરામીક અને સ્કલ્યમરના એકિઝબિશન ફર્સ્ટ ટેક ૨૦૧૯ની ચોથી આવૃતિનું ઉદ્દઘાટન હકીસુંગ વિઝયુઅલ આર્ટ સેન્ટર અમદાવાદમાં થયુ હતું. કલેરીસ દ્વારા પ્રસ્તુત અને અબીર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વાર્ષિક આર્ટ કોમ્પીટીશન અને એકિઝબિશનમાં ઉત્કૃષ્ટ સમકાલીન કલાકારોએ તેમનું કલાત્મક કાર્ય પ્રસ્તુત કર્યુ હતું. ગંગટોક, લખનૌ, સુરત, નોઈડા વગેરે જેવા શહેરોમાંથી ૧૦ કલાકારોએ વિવિધ કેટેગરીઓમાં તેમની કળાઓ પ્રદર્શિત કરી હતી.

જેમનું વિશેષ એવોર્ડ સમારોહમાં સન્માન કરવામાં આવ્યુ હતું.

આ ઉદ્દઘાટન સમારોહમાં કેલેરીસના વાઈસ ચેરમેન અને એમડી અર્જુન હાંડા એસ્ટ્રેલ પોલીટેકનીક લીમીટેડના એમડી સંદિપ એન્જીનિયર અને અબીરના સ્થાપક, રૂબી જાગૃત ઉપસ્થિત રહ્યા હતા. ફર્સ્ટ ટેક ૨૦૧૯ સાથે જોડાણ વિશે અર્જુન હાંડાએ કહ્યું હતું કે સમકાલીન કળાના ક્ષેત્રમાં ભારતમાં ઘણી પ્રતિભાઓ રહેલી છે. કળામાં મને રસ હોવાથી મને ઘણા કલાકારોની કળા જોવાની તક મળી છે. દેશભરમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી છે અને આ કલાકારોને તેમની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક મંચની જરૂર છે. ફર્સ્ટ ટેક સાથે જોડાણ કાયમ માટે સમકાલીન કલાકારોને એક ઉચિત મંચ પૂરૂ પાડવાનો એક પ્રયાસ છે.

(12:59 pm IST)