ગુજરાત
News of Friday, 22nd November 2019

NSUI કાર્યકરો દ્વારા BRTS બંધ રહેશે...

ડ્રાઇવર વિરૂદ્ધ પગલાં લેવાશે

અમદાવાદ, તા. ૨૧ : બીઆરટીએસ બસની અડફેટે પાંજરાપોળ પાસે આજે બે સગા ભાઇના મોતની કરૂણાંતિકાના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આવતીકાલે શહેરમાં બીઆરટીએસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એનએસયુઆઇ દ્વારા તેના હજારો કાર્યકરોને આવતીકાલના બીઆરટીએસ બંધના એલાનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે અને આવતીકાલે કોઇપણ સંજોગોમાં બીઆરટીએસ બસને શહેરના માર્ગો પર દોડવા નહી દેવા અને તેને ચક્કાજામ કરી દેવાના કાર્યક્રમો આપવા એલાન આપવામાં આવ્યું છે.  દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે, આજની કરૂણાંતિકા ખરેખર બહુ દુઃખદ છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા શો-કોઝ નોટિસ અપાઇ છે. ડ્રાઇવરની સામે ત્રણ દિવસમાં પોલીસ તપાસના આધારે કાયદાનુસાર પગલાં લેવાશે. એટલું જ નહી, ભોગ બનનાર યુવકોના પરિવારજનોને વળતર ચૂકવવાની દિશામાં પણ કાર્યવાહી કરાશે.

(8:15 pm IST)